અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું શરુ થાય એટલે સૌથી વધુ જે નામની ચર્ચા થાય એ અંબાલાલ પટેલ (Ambalal Patel). વરસાદ હોય કે વાવાઝોડું તેમની આગાહીથી ખેડૂતો અને સામાન્ય લોકોમાં તેમની આગાહીથી ચર્ચાનો વિષય બની રહે છે. પરંતુ હવે અંબાલાલ કાકા હવામાનની આગાહી નહિ કરવાનો નિર્ણય લીધો છે જેથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
હાલમાં અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા (jayant pandya)એ આગાહીકારોની કામગીરી સામે સવાલ ઉઠાવતા મીડીયાના મારફત નિવેદન આપ્યું હતું. ત્યાર પછી અંબાલાલ કાકાએ જણાવ્યું કે સરકાર તરફથી યોગ્ય સહયોગ અને સમર્થન નહિ મળે ત્યાં સુધી તે હવામાન અંગે કોઈ આગાહી નહિ કરે. આ નિર્ણય થી લોકોમાં ફરી એકવાર સવાલ ઉઠ્યો છે કે Who Is Ambaalaal Patel, તેઓ આગાહી કેવી રીતે કરે છે અને છેલ્લા કેટલા વર્ષોથી આ કાર્ય સાથે જોડાયેલા છે.
અંબાલાલ પટેલ કોણ છે? (Who is Ambalal Patel)
અંબાલાલ દામોદરદાસ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને ખેતી અને પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં રસ હતો.
તેમણે આણંદની B.A. College of Agricultureમાંથી B.Sc Agricultureની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની Seed Certification Agencyમાં બીજ કૃષિ સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. અને સરકારી સેવાઓની વાત કરીએ તો તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળી અને અંતે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવ્યા બાદ સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતા.
હવામાનની આગાહી કરવાની શરૂઆત કેવી રીતે થઈ?
સરકારી નોકરી દરમિયાન અંબાલાલ પટેલ સતત ખેડૂતોના સંપર્કમાં રહેતા હતા. ખેડૂતો સાથેની ચર્ચાઓ દરમિયાન વરસાદ અને પાક અંગે વારંવાર પ્રશ્નો આવતા હતા. તે સમયે તેમને વિચાર આવ્યો કે જો ખેડૂતોને સમયસર વરસાદની માહિતી મળી રહે તો ખેતીના નિર્ણયો વધુ અસરકારક બની શકે.
આ વિચાર સાથે તેમણે જ્યોતિષ અને પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો. વારાહી સંહિતા, મેઘમહોદય અને અન્ય જ્યોતિષ ગ્રંથોના આધારે હવામાનના સંકેતો સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારથી તેઓ ખેતીના અનુભવ અને જ્યોતિષ આધારિત પદ્ધતિને જોડીને હવામાન અંગે આગાહી કરવા લાગ્યા.
અંબાલાલ પટેલે પહેલી આગાહી ક્યારે કરી?
અંબાલાલ પટેલે વર્ષ 1980માં પ્રથમ વખત જાહેર રીતે હવામાનની આગાહી કરી હતી. ત્યારથી લઈને છેલ્લા લગભગ 45 વર્ષથી તેઓ વરસાદ, વાવાઝોડા, ઠંડી, ગરમી અને અન્ય હવામાન પરિવર્તનો અંગે નિયમિત આગાહીઓ કરતા આવ્યા છે.
તેઓ પંચાંગ, કૃષિ સંબંધિત પ્રકાશનો અને વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર સમયાંતરે હવામાન અંગે પોતાના અભિપ્રાય રજૂ કરતા રહ્યા છે.
આગાહી બંધ કરવાનો નિર્ણય શા માટે લીધો?
તાજેતરમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ નિવેદન આપ્યું હતું કે ચાલુ વર્ષે આગાહીકારોએ વરસાદ અંગે કરેલી અનેક આગાહીઓ સાચી સાબિત થઈ નથી અને આવા આગાહીકારો સામે કાર્યવાહી થવી જોઈએ.
આ નિવેદન બાદ અંબાલાલ પટેલે જણાવ્યું કે હવામાન અંગેની તેમની આગાહી ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે. જોકે યોગ્ય સહયોગ અને સમર્થન ન મળતા તેમણે આગામી સમય માટે હવામાનની આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયથી ખેડૂતો અને તેમના અનુયાયીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
ભૂકંપની આગાહીને લઈને પણ રહ્યા હતા ચર્ચામાં
અંબાલાલ પટેલ માત્ર હવામાનની આગાહી જ નહીં પરંતુ ભૂકંપ અંગેની આગાહીને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. વર્ષો પહેલા તેમણે ભૂકંપની સંભાવના વ્યક્ત કરતાં રાજ્ય સરકાર સતર્ક બની હતી. તે સમયે તેમની આગાહીને લઈને વિવાદ સર્જાયો હતો અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. બાદમાં આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
અનેક સંસ્થાઓએ કર્યું સન્માન
હવામાન અને કૃષિ ક્ષેત્રે લાંબા સમય સુધી આપેલા યોગદાન બદલ અંબાલાલ પટેલને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને International Award for Astrology, Sardar Patel Krushi Seva Sanstha સહિત વિવિધ સંસ્થાઓ તરફથી પુરસ્કારો મળ્યા છે. કૃષિ અને હવામાન સંબંધિત મુદ્દાઓ પર સરકાર દ્વારા પણ સમયાંતરે તેમનું માર્ગદર્શન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
અંબાલાલ પટેલ વિશે એક નજર
| મુદ્દો | માહિતી |
|---|---|
| પૂરૂ નામ | અંબાલાલ દામોદરદાસ પટેલ |
| જન્મ તારીખ | 1 સપ્ટેમ્બર, 1947 |
| વતન | રુદાટલ, અમદાવાદ જિલ્લો |
| અભ્યાસ | B.Sc Agriculture |
| સરકારી સેવા | ગુજરાત સરકાર, કૃષિ વિભાગ |
| પહેલી હવામાનની આગાહી | વર્ષ 1980 |
| અનુભવ | લગભગ 45 વર્ષ |
| નિવૃત્તિ | સપ્ટેમ્બર 2005 |
FAQ
અંબાલાલ પટેલ કોણ છે?
અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અને નિવૃત્ત કૃષિ અધિકારી છે, જે છેલ્લા લગભગ 45 વર્ષથી હવામાન અંગે આગાહીઓ કરતા આવ્યા છે.
અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાનો નિર્ણય શા માટે લીધો?
વિજ્ઞાન જાથાના નિવેદન બાદ તેમણે જણાવ્યું કે સરકાર તરફથી યોગ્ય સહયોગ અને સમર્થન નહીં મળે ત્યાં સુધી તેઓ હવામાનની આગાહી નહીં કરે.

