Gujarat Tak
BREAKING
Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? |
ADVERTISEMENT

Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી?

આ લેખ માં આજે આપણે Zandu Nityam Ayurvedic Vati Tablet વિષે Gujaratiમાં માહિતી મેળવીશું તેમજ તેમના ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? તેમની આડઅસર (side effects), કોને આ ગોળી લેવી કોને ન લેવી? વગેરે માહિતી આ લેખમાં મેળવીશું.
Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી?
Priyanka Panchal 31 Aug, 2026 05:39 PM
ADVERTISEMENT

Zandu Nityam Ayurvedic Vati Tablet સામાન્ય રીતે કબજિયાતથી રાહત મેળવવા અને નિયમિત રીતે પેટ સાફ કરવામાં મદદ કરે છે. આ આયુર્વેદિક ટેબલેટ છે જેમાં સ્વર્ણપત્રી (Senna), હરિતકી, ત્રિફળા, એરંડ તેલ, વરિયાળી જેવી સામગ્રીથી આ ટેબલેટ તૈયાર કરવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ગોળી કબજિયાત જ નહીં પરંતુ ગેસ, પેટ ફૂલવું અને એસીડીટી જેવી પાચન સંબંધિત તકલીફોમાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે.

Zandu Nityam Ayurvedic Vati Tablet શું છે?

Zandu Nityam Vati એક આયુર્વેદિક ફોર્મ્યુલેશન છે, જે ખાસ કરીને કબજિયાત અને અનિયમિત bowel movement માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ ટેબલેટ માં રહેલા ઘટકો આંતરડાની ગતિને ઝડપ આપી મળ ત્યાગ સરળ બનાવવામાં મદદ કરે છે.

Zanduની સત્તાવાર માહિતી અનુસાર Nityam Vatiનો હેતુ નિયમિત bowel movementને support કરવાનો અને occasional constipationમાં રાહત આપવાનો છે.

Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati

Zandu Nityam Tabletનો મુખ્ય ઉપયોગ કબજિયાતમાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. તદુપરાંત તે ગેસ, પેટ ફુલવું, એસીડીટી અને પેટમાં થતી ગડબડ જેવી પાચન સંબંધિત સમસ્યાઓમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

Zandu Nityam Ayurvedic Vati Tablet ના મુખ્ય ઉપયોગો નીચે મુજબ છે.

કબજિયાતમા રાહત

Zandu Nityam Vati Tablet નો સૌથી વધુ ઉપયોગ કબજિયાત દૂર કરવા માટે થાય છે. આ ગોળીમાં રહેલ સુવર્ણપત્રી (Senna) આંતરડાની ગતિને સિમ્યુલેટ કરવામાં મદદ કરે છે જેના કારણે મળ ત્યાગ સરળ બને છે.

નિયમિત પેટ સાફ કરવામાં મદદ કરે છે

ઘણા બધા લોકોને કબજિયાત ના કારણે નિયમિત રીતે પેટ સાપ ન થવાની સમસ્યા રહેતી હોય છે. જ્યારે તે Nityam Vati ટેબલેટ કરવાનું ચાલુ કરે છે એટલે bowel movement regular થવા લાગે છે.

ગેસ અને પેટ ફૂલવા જેવી કન્ડિશનમાં રાહત

Zandu Nityamમાં વરિયાળી, હરિતકી અને અન્ય તત્વોથી તૈયાર થાય છે જે પાચન શક્તિ સંબંધીત બીમારીઓ જેવી કે ગેસ અને બ્લોટીંગ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

એસીડીટી માં આપે છે રાહત

ઘણા બધા દર્દીઓના રિવ્યુ અનુસાર Nityam Vati ટેબલેટ ગેસ અને એસિડિટી સાથે જોડાયેલી સમસ્યાઓ નું નિવારણ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. જોકે વારંવાર થતી અથવા ગંભીર એસિડિટી માટે માત્ર આ ટેબલેટ પર આધાર રાખવાને બદલે તબીબી સલાહ લેવી યોગ્ય છે.

પેટ ભારે ભારે લાગવું

કબજિયાત અથવા અનિયમિત મળતીયાગ ના કારણે ભેટ ભારે ભારે લાગતું હોય ત્યારે bowel movement regular કરવામાં મદદરૂપ થાય છે.

Zandu Nityam Tabletમાં કયા ઘટકો હોય છે?

ઉપલબ્ધ product information પ્રમાણે Zandu Nityam Ayurvedic Vatiમાં નીચેના મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે:

  • સ્વર્ણપત્રી (Cassia Angustifolia/Senna)
  • એરંડ (Castor Oil)
  • હરિતકી
  • કાળું મીઠું
  • સર્જિક્ષાર
  • વરિયાળી (Saunf/Fennel)
  • ત્રિફળા
  • યષ્ટિમધુ (મુલેઠી)

એક ઉપલબ્ધ formulation listingમાં આ ઘટકોની માત્રા પણ આપવામાં આવી છે, જેમાં સ્વર્ણપત્રી 250 mg, હરિતકી 45 mg, વરિયાળી 110 mg અને ત્રિફળા 54 mg સહિત અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. ખરીદતા પહેલાં તમારા પેક પરનું લેટેસ્ટ ingredient label તપાસવું જરૂરી છે.

Zandu Nityam કેવી રીતે લેવી?

Zanduની સત્તાવાર product listing તથા આયુર્વેદિક ડોક્ટરોના અભિપ્રાય અનુસાર આ ગોળી સામાન્ય રીતે રાત્રે સુતા પહેલા 1 થી 2 ટેબલેટ લેવાની ભલામણ કરવામાં આવતી હોય છે જે તેમની બીમારીની તીવ્રતા અને ઉંમર પર નિર્ભર કરે છે.

ડોઝ વધારવો કે વારંવાર લેવાનું શરૂ કરવું નહીં. પેક પર આપેલી સૂચનાઓનું પાલન કરો અથવા જરૂર હોય તો ડૉક્ટર/આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લો.

Zandu Nityam કેટલા સમય પછી અસર કરે છે?

ઘણા બધા લોકો નો પ્રશ્ન હોય છે કે Zabdu Nityam Vit Tab દર્દીના શરીરમાં ગયા પછી કેટલા સમય પછી અસર કરે છે? તો કંપનીના જણાવ્યા અનુસાર overnight constipation relief આપે છે એટલે કે જો ગોળી રાત્રે લેવામાં આવે તો બીજા દિવસે સવારે bowel movementમાં રાહત મળે છે. જોકે દરેક વ્યક્તિમાં અસર થવાનો સમય અલગ અલગ પણ હોઈ શકે છે.

Zandu Nityam Tabletથી side effects થઈ શકે?

કોઈપણ laxative અથવા આયુર્વેદિક દવા દરેક વ્યક્તિને એકસરખી રીતે suit કરે એવું જરૂરી નથી. વધારે માત્રામાં લેવાથી પેટમાં મરોડ, loose motion અથવા અન્ય digestive symptoms ડેવલોપ થઈ શકે છે.

જો ટેબલેટ લીધા પછી તીવ્ર પેટનો દુખાવો, સતત ઝાડા, ચક્કર, અસામાન્ય નબળાઈ અથવા અન્ય ગંભીર તકલીફ થાય તો તેનો ઉપયોગ તરત જ બંધ કરીને તબીબી સલાહ લેવી જોઈએ.

લાંબા સમયથી કબજિયાત રહેતી હોય તો વારંવાર laxative લેવાને બદલે તેનું કારણ શોધવું વધુ હિતાવહ હોય છે.

શું Zandu Nityam રોજ લઈ શકાય?

Zandu Nityam મુખ્યત્વે occasional constipation માટે ઉપયોગમાં લેવાય છે. તેથી તેને રોજિંદી routine medicine તરીકે લાંબા સમય સુધી પોતાની રીતે લેવાનું શરૂ કરવું યોગ્ય નથી.

જો તમને વારંવાર કબજિયાત રહેતો હોય અથવા તો પેટ સાફ ન થતું હોય તે માટે વારંવાર આ ટેબલેટ લેવી પડે છે તો તમારે ડોક્ટર અથવા યોગ્ય આયુર્વેદિક નિષ્ણાંત ની સલાહ લેવી જરૂરી છે.

Zandu Nityam કોના માટે યોગ્ય નથી?

ગર્ભાવસ્થા, સ્તનપાન, ગંભીર પેટની સમસ્યા, આંતરડાની સમસ્યા અથવા અન્ય કોઈ ગંભીર medical condition હોય તો આ પ્રકારની દવા લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે product informationમાં યોગ્યતા અંગે ખાસ ધ્યાન આપવાની જરૂર છે; Zanduની સત્તાવાર listingમાં Nityam Vatiને 18 વર્ષથી ઉપરના લોકો માટે ideal તરીકે દર્શાવવામાં આવી છે.

કબજિયાતમાં Zandu Nityam સાથે શું ધ્યાન રાખવું?

કબજિયાત માત્ર દવાથી જ નહીં પરંતુ આપણી લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલી હોઈ શકે છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, ફાઇબર વાળો ખોરાક લેવો, નિયમિત કસરત કરવી અને જ્યારે પણ મળ ત્યાગ કરવાની ઈચ્છા થાય ત્યારે લાંબા સમય માટે રોકવી નહીં. આવી બાબતો ને કારણે પણ કબજિયાતની સમસ્યા ઉદ્ભવતી હોય છે.

જો કબજિયાત લાંબા સમયથી હોય અને વારંવાર થતી હોય અથવા મળવા લોહી આવે, પેટમાં દુખાવો થાય, ઉલટી અથવા અચાનક વજનમાં ઘટાડો જેવા લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી બને છે.

Zandu Nityam Tablet વિશે

પ્રોડક્ટ Zandu Nityam Ayurvedic Vati Tablet
મુખ્ય ઉપયોગ કબજિયાતમાં રાહત
અન્ય ઉપયોગ ગેસ, પેટ ફૂલવું અને પાચન સંબંધિત અસ્વસ્થતામાં મદદ
મુખ્ય ઘટકો સ્વર્ણપત્રી, હરિતકી, ત્રિફળા, એરંડ, વરિયાળી વગેરે
ઉંમર સત્તાવાર listing મુજબ 18 વર્ષથી ઉપર માટે
Link copied!