અત્યંત આનંદ અને ગર્વ સાથે, દરજી સમાજની શાન અને ગૌરવ સમાન દીકરી પરિવા વાઘેલાએ પોતાની સખત મહેનત, અડગ આત્મવિશ્વાસ અને અથાગ લગનથી 200 કલાકનું ફ્લાઈંગ પૂર્ણ કરી પાઈલટ (કેપ્ટન) બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
પરિવા વાઘેલા શ્રી કિશોરભાઈ વાઘેલા તથા શ્રીમતી રસિલાબેન વાઘેલાની પૌત્રી, શ્રી પ્રકાશભાઈ વાઘેલાની ભત્રીજી તથા શ્રી ગિરીશભાઈ વાઘેલા અને શ્રીમતી કિર્તીબેન વાઘેલાની લાડકવાયી સુપુત્રી છે. દીકરી પરિવારએ આકાશમાં ઊંચી ઉડાન ભરીને દાદા-દાદી, મોટાબાપા, માતા-પિતા, ભાઈ-બહેન સહિત સમગ્ર વાઘેલા પરિવાર, પોતાના વતન અને સમગ્ર દરજી સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. તેની આ સિદ્ધિ સમાજની અન્ય દીકરીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ દીકરી પરિવા વાઘેલાને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ. ભગવાન દ્વારકાધીશ દીકરી પરિવારની પાંખોને હંમેશા વધુ ઊંચી, સુરક્ષિત અને સફળ ઉડાન આપે તેવી GujjuTak Digital Media વતી હાર્દિક પ્રાર્થના.