8મા પગાર પંચ ને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે એવું અનુમાન છે કે આઠમું પગાર પંચ લાગુ થવામાં હજી 20 મહિના જેટલો સમય લાગી શકે છે જેથી સાતમા પગાર પંચના કર્મચારીઓને અંદાજિત 14 લાખ રૂપિયાનું એરિયર મળી શકે છે.
8મા પગાર પંચની કમિટીની મીટીંગ હાલ ચેન્નઈમાં યોજવાની તૈયારીમાં છે ત્યાર પછી અન્ય શહેરોમાં પણ મિટિંગનું આયોજન કરવામાં આવશે આ તમામ મીટીંગ અને રિપોર્ટ્સના આધારે સરકારને આખરી રિપોર્ટ સુપરત કરવામાં આવશે. અને આખરે કેબિનેટની મંજૂરી પછી કમિશન લાગુ કરાશે.
8મુ પગાર પંચ જાન્યુઆરી 2026 થી અસરકારક માનવામાં આવશે જેથી કરોડો કર્મચારીઓને અને પેન્શન ધારકોને જાન્યુઆરી 2026 થી કમિશન લાગુ પડે ત્યાં સુધીનું એરિયર આપવામાં આવી શકે છે.
વિવિધ એક્સપર્ટ ના અંદાજ મુજબ 8મું પગાર પંચ 20 મહિના સુધી મોડું લાગુ થાય તો લેવલ 7ના કર્મચારીઓને 14 લાખથી પણ વધુ રૂપિયાનું એરિયર મળી શકે છે અહીં 8મુ પગાર પંચ લાગુ થવામાં વિલંબ થાય એટલી મોટી રકમ મળી શકે છે.
જે કર્મચારીનો સાતમા પગાર પંચ મુજબ લેવલ-7 નું બેઝિક પે 44,900 હોય તો 2.57 ના ફિટમેન્ટ ફેક્ટર થી 8માં પગાર પંચમાં બેઝિક પે અંદાજિત 1,15,393 રૂપિયા થાય છે જેથી દર મહિને વધારો અંદાજિત 70,493 રૂપિયાનો થાય છે જેને 20 મહિના માકોલ 14,10,000 એરિયર મળવા પાત્ર થાય.
ઉપર પ્રમાણે લેવલ-6 ના કર્મચારીઓને આશરે 11,11,000 એરિયર મળી શકે છે, લેવલ-5 ના કર્મચારીઓને નવલાખ તેર હજાર રૂપિયા મળવા પાત્ર છે જ્યારે લેવલ-4 ના કર્મચારીઓને અંદાજિત 8 લાખ રૂપિયાનું એરિયર મળી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે આ આંકડા અંદાજિત છે અંતિમ રિપોર્ટ તથા સરકારની મંજૂરી પર આધાર રાખે છે.
સરકારી કર્મચારીઓ 8માં પગાર પંચના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે આ રિપોર્ટમાં જેટલું મોડું કરવામાં આવશે તેટલી જ કર્મચારીઓને એરિયર ની રકમ પણ વધુ મળવાની શક્યતા છે.