વડોદરાની એક મહિલાને નોકરીની લાલચ આપી ઓડ ચોકડી બોલાવવામાં આવી હતી અને જે પ્રમાણે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે મહિલાને તે વ્યક્તિ બાઈક પર બેસાડીને કેનાલ નજીક એક ખાલી ઓરડામાં લઈ જાય છે ત્યાં તેમની સાથે મારપીટ અને જબરદસ્તી દુષ્કર્મ આચરવામાં આવે છે એટલું જ નહીં મહિલાના ફોટા અને વિડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી પણ આપે છે. આ સમગ્ર ઘટનાને લઇ ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે અને CCTV સહિતના પુરાવાઓને આધારે તપાસ હાથ ધરી એક આરોપીને પકડી પાડ્યો છે.
આ મહિલા વડોદરાની રહેવાસી હતી અને ડાકોર મંદિરે દર્શન કરવા ગઈ હતી તે સમયે પરેશ ચાવડા નામના વ્યક્તિ સાથે નોકરી બાબતે વાત વાતચીત થતા બંને વચ્ચે ઓળખાણ થઈ અને આ ઓળખાણ નો લાભ લઈ મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી હતી.
પહેલા દિવસે મંદિરે મળ્યા અને બીજા દિવસે પરેશ નો ફોન આવ્યો કે નોકરીનું પાકું કરવાનું છે તે માટે મહિલાને ઓડ ચોકડી પાસે બોલાવવામાં આવી ત્યાં તેમની સાથે જે ક્યારેય પણ ન વિચાર્યું હોય તેવી ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ પરેશે તે મહિલાને ઓડ ચોકડી બોલાવી તેને બાઈક પર બેસાડી કેનાલ તરફ આગળ વધ્યા અને મહિલાને કેનાલ નજીક આવેલી એક ઓરડીમાં લાવવામાં આવી આ એકાંત સ્થળે તેમની સાથે મારપીટ અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાય છે.
સાથે મહિલાના ફોટા અને વિડીયો પણ બનાવવામાં આવ્યા હતા અને મહિલાને ધમકી આપવામાં આવી હતી કે જો આ અંગે કોઈને જાણ કરીશ તો તારા ફોટો અને વિડીયો વાયરલ કરી દઈશ. આ ફક્ત કથિત ગુનો જ નહીં પરંતુ મહિલાને ડરાવી ધમકાવીને ચૂપ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
ઘટના પછી મહિલા આઘાતમાં હતી પણ તેમણે હિંમત કરી તેમના પરિવારજનોને સમગ્ર ઘટના વિશે જણાવ્યું ત્યાર પછી પરિવારે પોલીસ સુધી પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાની સાથે જ પોલીસ દ્વારા પૂર જોરસોર થી તપાસ શરૂ કરી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરી પોલીસ તપાસમાં પરેશ ગોવર્ધનભાઈ ચાવડા રહેવાસી સીલી-દેવરામપુરા ની અટકાયત કરવામાં આવી હતી. અત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.