Gujarat Tak
BREAKING
GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ | દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ | Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ | દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ | Zandu Nityam Ayurvedic Vati Tablet Uses in Gujarati: ઉપયોગ, ફાયદા, ઘટકો અને કેવી રીતે લેવી? | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા |
ADVERTISEMENT

GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં હેલ્પરની 2510 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત અને અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે જણાવેલ છે
GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ
Priyanka Panchal 03 Sep, 2026 06:37 PM
ADVERTISEMENT

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં જ હેલ્પરની 2510 જગ્યાઓ માટે ભરતીજ ની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 7 સપ્ટેમ્બર 2026 થી ઓનલાઈન અરજી કરી શકશે.

આ ભરતીમાં જેમનું સિલેક્શન થશે તેમને 5 વર્ષ માટે ફિક્સ પગાર રૂપિયા 21,100 ચૂકવવામાં આવશે.

GSRTCની હેલ્પર કેડરની આ ભરતીમાં કુલ 2510 માંથી 502 માજી સૈનિકો અને 52 જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.

અરજી પ્રક્રિયા ફક્ત અને ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2026 છે.

શૈક્ષણિક લાયકાત

આ પ્રતિમા અરજી કરવા માટે સરકાર માન્ય ITI Course (એક વર્ષનો) કરેલો હોવો જોઈએ જેમાં Mechanic Motor Vehicle, Mechanic Diesel, General Mechanic, Fitter, Turner, Electrician, Sheet Metal Worker, Auto Mobile Body Repairer, Welder, Welder Cum Fabricator, Machinist, Carpenter, Painter General અને Auto Mobile Paint Repairer નો સમાવેશ થાય છે.

ઉપરાંત કોમ્પ્યુટર બેઝિક કોર્સ અથવા ડિપ્લોમા/ડિગ્રી/સર્ટિફિકેટ ઈન કોમ્પ્યુટર નોલેજ અથવા ધોરણ 10 અને 12 માં કોમ્પ્યુટર વિષય માં પાસ થયેલ હોવા જોઈએ.

ઉંમર મર્યાદા

જે ઉમેદવાર અરજી કરે છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી, જનરલ કેટેગરી માટે ઉમેદવારની ઉંમર પુરુષ માટે 35 વર્ષ થી વધુ નહીં અને મહિલાઓમાં 40 વર્ષથી વધુ નહીં, જે ઉમેદવાર રિઝર્વ કેટેગરી માંથી આવે છે તેમના માટે પુરુષની ઉંમર 40 વર્ષથી વધુ નહીં અને મહિલાની ઉંમર 45 વર્ષથી વધુ નહીં, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો ની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી ફી

જનરલ કેટેગરી માંથી જે ઉમેદવાર અરજી કરે છે તેમને ₹300 + GST ચાર્જ ચૂકવવાનો થાય છે. જ્યારે રિઝર્વ કેટેગરી, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોએ 200 રૂપિયા + GST ચાર્જ ચૂકવવાનો રહેશે. અહીં ખાસ સમજવું કે આપવી કોઈપણ સંજોગે રિફંડ પાત્ર નથી.

gsrtc helper syllabus

Subject Marks
General Knowledge / Gujarat History / Geography / Current Affairs (10th Std Level) 30
Gujarati Grammar (10th Std Level) 5
English Grammar (10th Std Level) 5
Subject Related Questions 50
Basic Computer Knowledge 10
Total 100

How To Apply GSRTC Helper Recruitment 2026

  1. સૌથી પહેલા Ojas.gujarat.gov.in પર જાવ.
  2. મેનુબારમાં અપ્લાય ઓનલાઇન વિકલ્પ પર ક્લિક કરો
  3. GSRTC Helpr લખેલું હશે તેની સામે અપ્લાય બટન પર ક્લિક કરો.
  4. જરૂરી પર્સનલ વિગતો ફીલ કરો, પછી મિનિમમ એજ્યુકેશન ડિટેલ્સ અને એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન બંને ભરવું ફરજિયાત છે.
  5. ત્યાર પછી સેલ્ફ ડિકલેરેશન એકવાર ધ્યાનપૂર્વક વાંચી યસ બટન પર ક્લિક કરી તમારી અરજીને સબમિટ કરો.
  6. ત્યાર પછી તમને એક યુનિક એપ્લિકેશન નંબર મળશે.
  7. હવે તમે મેન્યુબરમાં અપલોડ યોર ફોટો અને સિગ્નેચર વાળા વિકલ્પ પર ક્લિક કરો ત્યાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
  8. હવે કન્ફોર્મ એપ્લિકેશન વાળા સેક્શનમાં જાવ અને ત્યાં પહેલા જે યુનિક એપ્લિકેશન નંબર જનરેટ થયો હતો તે દાખલ કરો અને સાથે નીચે જન્મ તારીખ ફીલ કરી ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ દેખાશે જેમાં તમામ વિગતો વેરીફાઈ કરવાની રહેશે. ત્યાર પછી તમને કન્ફર્મેશન નંબર મળશે.
  9. હવે વેબસાઈટ ના મેન્યુ બારમાં Fees પર ક્લિક કરો ઓનલાઇન / પોસ્ટ ચલાન પર ક્લિક કરો.
  10. સિલેક્ટ એડવર્ટાઈઝમેન્ટમાં GSRTC Helper સિલેક્ટ કરો નીચે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ફીલ કરી કેપ્ચા કોડ ફીલ કરો અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો. હવે પેમેન્ટ માટેનું નવું ટેબ ઓપન થશે તેમાં પેમેન્ટ કરી દેવું પેમેન્ટ સક્સેસ થઈ ગયા પછી તમારી એપ્લિકેશન ફોર્મ ને એકવાર પ્રિન્ટ કાઢી સાચવી રાખવી.

ફી ભરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર 2026 છે.

GSRTC Helper Bharti Notification 2026 PDF

Apply Online

Join WhatsApp

Link copied!