Gujarat Tak
BREAKING
Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે.... | BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી | સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો | NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો | GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ | દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ | Oad rape case: નોકરીની લાલચ આપી મહિલાને એકાંત સ્થળે બોલાવી, પછી મહિલા સાથે.... | BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી | સ્પા કે વેશ્યાગૃહમાં ગ્રાહક તરીકે પકડાયા તો કેસ થશે કે નહીં? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો | NPSને લઇ મોટા સમાચાર, સરકારી કર્મચારીઓને મળશે ઉપાડોના નવા વિકલ્પો | GSRTCમાં આવી મોટી ભરતી, 2510 હેલ્પરની જગ્યા માટે ભરતી જાહેર, ભરતી વિશે સંપૂર્ણ માહિતી અહીં જુઓ | દિલ્હીમાં જે વિસ્તારમાં દલિત અને મુસલમાન વધુ હતા તે વિસ્તારમાં SIR માં સૌથી વધુ નામ કરવામાં આવ્યા ડીલીટ |
ADVERTISEMENT

BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી

BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગર પાલિકામાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર ની 75 પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026 છે.
BMC MPHW Bharti 2026: ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની 75 જગ્યા પર આવી ભરતી, આ રીતે કરો અરજી
Priyanka Panchal 04 Sep, 2026 11:10 AM
ADVERTISEMENT

BMC MPHW Bharti 2026: નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભાવનગર મહાનગરપાલિકામાં નોકરી કરવાની સુવર્ણ તક, ભાવનગર મહાનગરપાલિકામાં મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (અર્બન મેલેરિયા) ની પોસ્ટ માટે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં કુલ 75 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ઈચ્છુકાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

BMC MPHW Bharti 2026

ઓર્ગેનાઈઝેશન ભાવનગર મહાનગરપાલિકા
જગ્યા નું નામ મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (MPHW)
કુલ જગ્યા 75
અરજી કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2026
અરજીનું માધ્યમ ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટ www.bmcgujarat.com / ojas.gujarat.gov.in

કુલ જગ્યા

  • 75

ભાવનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ ૭૫ જગ્યા ઉપર ભરતી ની જાહેરાત આપવામાં આવી છે જેમાંથી જનરલ કેટેગરી માટે 31 જગ્યા, આર્થિક રીતે પછાત વર્ગ ના ઉમેદવારો માટે 8 જગ્યા, અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે 5 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 11 જગ્યા અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 20 જગ્યા અનામત રાખવામાં આવેલ છે.

જગ્યા નું નામ

  • મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (MPHW)

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે સરકાર માન્ય સંસ્થામાંથી MPHW Course અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) નો ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ. સાથે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર

  • પ્રથમ પાંચ વર્ષ માટે 26,000/- ફિક્સ પગાર

ઉમર મર્યાદા

અરજી કરતાં ઉમેદવારની ઉંમર ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો ક્રાઇટ એરિયા લાગુ પડશે નહીં. પરંતુ 58 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

અરજી ફી

  • જનરલ કેટેગરી માટે 1000/-
  • અનામત વર્ગના ઉમેદવારો માટે 500/-

અરજી કરવાની રીત

  • સૌથી પહેલા ojas.gujarat.gov.in પર જવું.
  • Apply Online પર પર ક્લિક કરવું.
  • હવે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પોસ્ટ ની સામે Apply બટન પર ક્લિક કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ઓપન થશે તેમાં તમારી પર્સનલ ડીટેલ ભરી દો અહીં ખાસ ધ્યાન રાખવું કે મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી માં ભૂલ ન રહે, ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ્સ ભરો.
  • જો તમારે કોઈ નોકરી નો અનુભવ હોય તો એક્સપિરિયન્સ ડિટેલ પર ક્લિક કરી તમારો એક્સપિરિયન્સ ની વિગત ફીલ કરવી.
  • તમામ વિગત ફીલ થઈ ગયા પછી એકવાર ચકાસી લેવી અને સેલ્ફ ડિકલેરેશનમાં યસ પર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરો.
  • ત્યાર પછી કન્ફોર્મ એપ્લિકેશન પર ક્લિક કરો એપ્લિકેશન નંબર દાખલ કરો જન્મ તારીખ દાખલ કરો અને ઓકે બટન પર ક્લિક કરો ત્યાર પછી તમને કન્ફોર્મ એપ્લિકેશન નું પ્રિવ્યુ દેખાશે. બધું બરાબર હોય તો આગળ ફી સેક્શનમાં જવાનું છે.
  • ફી સેક્શનમાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી પેમેન્ટ કરવાનું રહેશે.

તમારું એપ્લિકેશન ફોર્મ અને ફી ની પાવતી સાચવી રાખવાની રહેશે.

Official Notification PDF Click Here
Apply Online Click Here
Join WhatsApp Click Here
Link copied!