Gujarat Tak
BREAKING
Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો |
ADVERTISEMENT

અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો

સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડને માર્ચ 2027થી ઓસ્ટ્રેલિયામાં એલીટ મહિલા ક્રિકેટ રમવાની પાત્રતા મળી છે. જાણો સમગ્ર મામલો.
અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો
GujaratTak Desk 27 Aug, 2026 05:02 PM
ADVERTISEMENT

રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડ ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં પરત ફરવાની તૈયારી કરી રહી છે. જોકે, તેમની ક્રિકેટમાં વાપસી ભારત નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાથી થશે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડએ અનાયા બાંગડના કેસની સમીક્ષા કર્યા બાદ પોતાની રણનીતિ હેઠળ તેમને માર્ચ 2027થી એલીટ મહિલા ક્રિકેટમાં રમવાની મજૂરી આપી છે. જોકે, આ નિર્ણયનો અર્થ એ નથી કે તેમને સીધું કોઈ ટીમમાં સ્થાન મળી ગયું છે. તેમણે જરૂરી પાત્રતા શરતો પૂરી કરવાની સાથે પોતાની ફિટનેસ અને પરફોર્મન્સ પણ સાબિત કરવું પડશે.

ઓસ્ટ્રેલિયામાં ક્યાંથી કરશે શરૂઆત?

અનાયા શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં રમી શકશે. આ સ્તરને કમ્યુનિટી ક્રિકેટ હેઠળ ગણવામાં આવ્યું છે. માર્ચ 2027થી એલીટ ક્રિકેટમાં પ્રવેશ માટે તેમને ફરી ટેસ્ટ સહિતની જરૂરી એલીજીબીલીટી પ્રોસેસ પૂર્ણ કરવી પડશે.

જો તેઓ શરતો પૂર્ણ કરીને પ્રીમિયર ક્રિકેટમાં સારું પરફોર્મન્સ આપે છે, તો તેમના માટે વુમન્સ બિગ બેશ લીગ (WBBL)માં સ્થાન મેળવવાનો રસ્તો ખુલ્લો થઈ શકે છે.

ભારત બાદ ઓસ્ટ્રેલિયા કેમ?

અનાયા મુજબ તેમણે ભારતમાં મહિલા ક્રિકેટ રમવાની પાત્રતા અંગે BCCI પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું, પરંતુ તેમને જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ તેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો સંપર્ક કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટએ તેમના કેસની વિગતવાર સમીક્ષા કરી હતી. આ પ્રક્રિયામાં મેડિકલ રિપોર્ટ, બ્લડ ટેસ્ટ, ટેસ્ટોસ્ટેરોન રિપોર્ટ, સર્જરી સંબંધિત દસ્તાવેજો અને અન્ય તબીબી માહિતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

ICCનો નિયમ શું છે?

અહીં એક મહત્વનો ડિફરન્સ સમજવો જરૂરી છે. ICCની હાલની ગાઈડલાઇન મુજબ ટ્રાન્સજેન્ડર મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવામાં આવતી નથી. બીજી તરફ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ગાઈડલાઇન હેઠળ અનાયાને ઓસ્ટ્રેલિયામાં ઘરેલુ એલીટ મહિલા ક્રિકેટ લીગ રમવા માટે એલીજીબીલીટી મળી છે.

એટલે હાલ અનાયાનો મામલો ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ક્રિકેટ સુધી મર્યાદિત છે અને તેનો અર્થ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની મંજૂરી એવો જરા પણ નથી.

અનાયાએ 2022માં પોતાની ટ્રાન્ઝિશન યાત્રા શરૂ કરી હતી અને 2023માં બ્રિટનમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરપી લીધી હતી. હવે તેમનું ધ્યાન ફિટનેસ પરત મેળવવા, સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા અને પોતાના પર્ફોમન્સના આધારે ટીમમાં સ્થાન મેળવવા પર છે.

તેમણે સ્પષ્ટ કર્યું છે કે પોતાની ઓળખના આધારે નહીં, પરંતુ ક્રિકેટના પ્રદર્શનના આધારે ટીમમાં સ્થાન મેળવવા માંગે છે.

Link copied!