1/7
ધ ટ્રિબ્યૂનમાં છપાયેલ ખબર અનુસાર, ઋભવ ઋષિ પહેલાથી પરિણીત હતો, ખાલી માર્ચ-એપ્રિલ 2025માં મળેલી એક છોકરીના ચક્કરમાં એવો ઉતાવળીયો થયો કે આટલી મોટી હેરાફેરી કરી નાખી. આ ઘટનામાં સીબીઆઈની સાક્ષી બનેલી ઋભવની ગર્લફ્રેન્ડે તપાસમાં જણાવ્યું કે, સૌથી પહેલા ચંડીગઢની એક ઈવેન્ટમાં ઋભવ સાથે મુલાકાત થઈ હતી. આ ઈવેન્ટમાં તે ડાન્સર તરીકે ગઈ હતી. જ્યાં તેની વાત ઋભવ સાથે નહોતી થઈ, પણ તેણે નોટિસ કર્યું હતું. તે બિહારના સિવાનની રહેવાસી છે. (AI-PHOTO)
2/7
છોકરીએ જણાવ્યું કે, મે 2025માં જયપુરના એક ફાર્મહાઉસમાં થયેલી પાર્ટીમાં બંનેની ફરી મુલાકાત થઈ. ત્યાં ઋભવે તેની સાથે વાત કરી. ત્યાર બાદ 5 જુલાઈ 2025ના રોજ મુંબઈની સેન્ટ રેઝિસ હોટલમાં તેમની ત્રીજી વાર મુલાકાત થઈ અને ઋભવે પ્રેમનો ઈઝહાર કર્યો. તે સમયે તેણે ખુદને ઈવેન્ટ પ્લાનર અને IDFC ફર્સ્ટ બેન્કનો બ્રાન્ચ મેનેજર હોવાનું જણાવ્યું હતું. સાથે જ ચોખાની આયાત-નિકાસનો ધંધો કરતો હોવાનો પણ દાવો કર્યો હતો.
3/7
પત્ની સાથે છૂટાછેડા લઈ લગ્ન કરવાનો વાયદો કર્યો: ઋભવે ગર્લફ્રેન્ડને વિશ્વાસ અપાવ્યો હતો કે તેની પત્ની દિવ્યા અરોડાથી છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરશે. તેણે છોકરીને ડાન્સ પણ છોડાવી દીધો અને તેને ફરવા લઈ ગયો. તેણે જણાવ્યું કે, ડાન્સ છોડવાના બદલામાં તેણે ઓગસ્ટ 2025થી જાન્યુઆરી 2026 સુધી દર મહિને છોકરીને 10 લાખ રુપિયા આપ્યા. આવી રીતે તેની પાસે કુલ 56 લાખ ખર્ચી નાખ્યા.
4/7
ગર્લફ્રેન્ડને ખરીદી આપ્યું કરોડોનું ઘર: પછી ઋભવે 18 જુલાઈ 2025ના રોજ દિલ્હીના દ્વારકામાં ગર્લફ્રેન્ડ માટે એક ઘર ખરીદવાની વાત પણ કહી અને તેના માટે 1 લાખ રુપિયાની ટોકન રકમ પણ આપી દીધી. ઘરની કુલ કિંમત 4 કરોડ હતી. તેમાં ગર્લફ્રેન્ડે ખાલી 49 લાખ આપ્યા. બાકી રકમ ઋભવે ચૂકવી. તેણે જણાવ્યું કે, તે 2 જાન્યુઆરી 2026થી એ ઘરમાં રહે છે.
5/7
કેટલી હોટલોમાં ફર્યા: સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું કે, આ દરમ્યાન બંનેએ કેટલીય લક્ઝરી હોટલમાં સમય વિતાવ્યો. તેમાં ચંડીગઢ અને દિલ્હીની કેટલીય નામી ફાઈવ સ્ટાર હોટલ સામેલ છે. તેની સાથે જ ગોવાની એક મોટી હોટલમાં પણ રોકાયા હતા. ઓગસ્ટ 2025માં તે બંને મકાઓ અને થાઈલેન્ડ પણ ફરીને આવ્યા છે. નવેમ્બર 2025માં દુબઈના બુર્જ અલ અરબમાં પણ રોકાયા હતા. ઋભવે જણાવ્યું કે, તેમણે એક નવો વિલા પણ જોયો છે, 5-10 વર્ષ બાદ બંને ત્યાં રહેવા જશે. જાન્યુઆરી 2026માં ફરી દુબઈ જઈ ટોયાટો લેન્ડ ક્રૂઝર બુક કરાવી. (AI-PHOTO)
6/7
મોટી મોટી પાર્ટીઓમાં નોટો ઉડાવતો: આ દરમ્યાન ઋભવે જીવનની હર વિલાસિતાની મજા લૂંટી અને ઝેડ મેનરમાં કેટલીય પાર્ટીઓનું આયોજન કર્યું. તેમાં હરિયાણા સરકારના અધિકારી અને અન્ય આરોપી પણ સામેલ થતાં પાર્ટીમાં ડાન્સરો પર નોટો ઉડાવતા. દરેક પાર્ટીમાં સરેરાશ 15-20 લાખનો ખર્ચો કરતો.
7/7
હવે સીબીઆઈની ઝપટે ચડ્યા: આ 657 કરોડની લવસ્ટોરીના કૌભાંડમાં હવે સીબીઆઈએ ગાળીયો ટાઈટ કર્યો છે. આરોપી ઋભવની ગર્લફ્રેન્ડ સીબીઆઈની મુખ્ય સાક્ષી બની ગઈ છે. એટલું જ નહીં આઈએએસ અધિકારી પંકજ અગ્રવાલ પણ આ મામલામાં આરોપી છે. જેના વિભાગથી 60.54 કરોડની હેરાફેરીનો આરોપ છે. હાલમાં સીબીઆઈને લાગી રહ્યું છે કે ઋષભે શેલ કંપનીઓ દ્વારા પોતાના અને પત્નીના ખાતામાં કરોડો રુપિયા કેવી રીતે ટ્રાન્સફર કર્યા અને કયા સરકારી ખાતામાંથી નકલી લેવડદેવડ કરી છે. (AI-PHOTO)