GujaratTak
BREAKING
657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી | Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે | ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી? | Varmora Granito IPO Listing: આજે માર્કેટમાં એન્ટ્રી, જાણો રોકાણકારોને 148 ના ભાવ સામે કેટલો થશે નફો? | Gujarat High Court Librarian Recruitment 2026 Apply Online for 30 Posts (HC OJAS) | કોણ છે સંજુક્તા પરાશર જેને સૌથી ખતરનાક કમાન્ડો યુનિટમાં મળી મોટી જવાબદારી? કેમ કહેવાય છે 'અસમની આયરન લેડી'? | 657 કરોડની લવ સ્ટોરી: માલ્યાને પણ ટક્કર મારે તેવો ખેલાડી, ડાન્સરના પ્રેમમાં પાગલ થઈ અધિકારીએ આખી બેન્ક ડૂબાડી દીધી | Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે | ગુજરાત પોલીસમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાનો માટે સારા સમાચાર: શું આવી રહી છે નવી બમ્પર ભરતી? | Varmora Granito IPO Listing: આજે માર્કેટમાં એન્ટ્રી, જાણો રોકાણકારોને 148 ના ભાવ સામે કેટલો થશે નફો? | Gujarat High Court Librarian Recruitment 2026 Apply Online for 30 Posts (HC OJAS) | કોણ છે સંજુક્તા પરાશર જેને સૌથી ખતરનાક કમાન્ડો યુનિટમાં મળી મોટી જવાબદારી? કેમ કહેવાય છે 'અસમની આયરન લેડી'? |
ADVERTISEMENT
Home › Photo Gallery LISTICLE

Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે

શું લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સાથે રહેવા માટે હોટેલમાં રૂમ લઈ શકાય? પોલીસ આવી ગઈ તો શું થશે? જો તમારા મનમાં પણ આ અંગે મૂંઝવણ હોય, તો વકીલ કૌશિક ગુપ્તાએ માહિતી આપી છે કે આ અંગે કાયદો શું કહે છે.
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે
Priyanka Panchal 01 Oct, 2026 04:11 AM
ADVERTISEMENT
1/5
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે - Slide 1
Unmarried Couple Hotel Rules: શું તમે તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે શાંતિથી રજાઓ માણવા બહાર ફરવા જવા માંગો છો? જોકે, એક દિવસથી વધારે સમય માટે બહારગામ ફરવા જવાનું હોય તો રાત રોકાવા માટે હોટેલમાં રૂમ બૂક કરાવવું પડે. ત્યારે, ઘણાં લોકોના મનમાં ડર હોય છે કે, શું લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સાથે રહેવા માટે હોટેલમાં રૂમ લઈ શકાય? પોલીસ આવી ગઈ તો શું થશે? શું અમને જેલ થઈ શકે છે? જો તમારા મનમાં પણ આ અંગે મૂંઝવણ હોય, તો વકીલ કૌશિક ગુપ્તાએ માહિતી આપી છે કે આ અંગે કાયદો શું કહે છે.
2/5
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે - Slide 2
આ બાબતમાં કાયદાકીય સ્થિતિ એવી છે કે, બે પુખ્ત વય (18 વર્ષથી વધુ ઉંમર)ના લોકો પોતાની ઇચ્છા મુજબ અને પરસ્પર સંમતિથી, કોઈ ગેરસમજ કે બળજબરી વગર હોટેલના રૂમમાં સાથે રહે તો તે કોઈ ગુનો નથી. માત્ર એક રાત જ નહીં, બંનેની સંમતિ હોય તો તેઓ હોટેલના રૂમમાં લાંબો સમય સુધી પણ રહી શકે છે. આ અંગે વકીલ કૌશિક ગુપ્તા કહે છે કે, “બે પુખ્ત વયના લોકો, તેઓ કોઈપણ લિંગના હોય, પોતાની સ્વેચ્છા અને સંમતિથી કોઈ ગેરસમજ વગર એક જ રૂમમાં રહે તો તે ગુનો નથી. જો પોલીસ તેમને માત્ર આ કારણસર હેરાન કે પરેશાન કરે તો કપલ કાયદાની મદદ લઈ શકે છે. આર્ટિકલ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર બંધારણીય રીતે સુરક્ષિત છે.” સુપ્રીમ કોર્ટે પણ ગોપનીયતાને આર્ટિકલ 21 હેઠળ જીવન, વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ સાથે જોડાયેલ બંધારણીય અધિકાર તરીકે માન્યતા આપી છે.
3/5
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે - Slide 3
હવે અહીં એક બીજી વાત પણ સમજવા જેવી છે. જો કોઈ પરિણીત મહિલા અથવા પરિણીત પુરુષ પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈ પુરુષ કે મહિલા સાથે હોટેલનો રૂમ ભાડે લે તો શું તે કાયદાની વિરુદ્ધ છે? હકીકતમાં, કાયદાકીય રીતે માત્ર લગ્નેતર સંબંધ હોવો કોઈ ગુનેગાર પ્રવૃત્તિ નથી. જોકે, આવા સંબંધના લીધે કાયદાકીય રીતે છૂટાછેડાની કાર્યવાહી થઈ શકે છે. એટલે કોઈ પતિ અથવા પત્ની પોતાના જીવનસાથીના લગ્નેતર સંબંધના આધારે છૂટાછેડા માંગી શકે છે, પરંતુ માત્ર લગ્નેતર સંબંધના આધારે પોલીસમાં ફોજદારી ફરિયાદ કરી શકાય એવું નથી.
4/5
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે - Slide 4
કાયદાનું માનવું છે કે, માત્ર સમાજની નૈતિકતાના નામે કોઈને હેરાન કરવું યોગ્ય નથી. વકીલ કૌશિક ગુપ્તાના જણાવ્યા મુજબ, બંધારણીય નૈતિકતા અને સમાજની નૈતિકતા વચ્ચે તફાવત છે. તેમનું કહેવું છે કે, બંધારણમાં બંધારણીય નૈતિકતાને મહત્વ મળે છે, જ્યારે માત્ર સામાજિક નૈતિકતાના આધારે વ્યક્તિના અધિકારો નક્કી કરી શકાય નહીં. તેઓ સવાલ કરે છે કે, જો સમાજ નક્કી કરે કે મહિલાઓએ નોકરી ન કરવી જોઈએ અને માત્ર રસોડામાં રહેવું જોઈએ, અથવા મહિલાઓ શું પહેરે અને રાત્રે કેટલા વાગ્યા સુધી ઘરની બહાર રહે તે પણ સમાજ નક્કી કરે, તો શું તેને યોગ્ય ગણી શકાય? આ રીતે ‘નૈતિકતા’ના નામે વ્યક્તિગત સ્વતંત્રતા પર નિયંત્રણ અંગે પણ સવાલ ઊભો થાય છે.
5/5
Hotel Rules: શું લગ્ન કર્યા વિના યુવક-યુવતી હોટેલ રૂમમાં રોકાઈ શકે? શું પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે? જાણો કાયદો શું કહે છે - Slide 5
આ સાથે એક બીજો સવાલ પણ સામે આવે છે કે, વ્યક્તિગત સ્વતંત્રતાની વાત કરતા દેહ વેપાર અને માનવ તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કેવી રીતે રોકી શકાય? વકીલ કૌશિકના જણાવ્યા પ્રમાણે અહીં બંને પક્ષની ‘સંમતિ’ અને ‘સ્વેચ્છા’ ખૂબ મહત્વની છે અને ખોટા વચનને કોઈ સ્થાન નથી. લગ્ન, નોકરી અથવા અન્ય કોઈ બાબતનું ખોટું વચન આપીને કોઈને હોટેલના રૂમમાં લઈ જવું કાયદાકીય ગુનો બની શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને બળજબરીથી દેહ વેપારમાં ધકેલવો, મહિલા તસ્કરી અથવા માનવ તસ્કરી ગંભીર ગુનાઓ છે. આવા મુદ્દાઓ માટે ભારતમાં Immoral Traffic (Prevention) Act, 1956 સહિતના કાયદાકીય પ્રાવધાન છે. આ કાયદો અનૈતિક દેહ વેપારને રોકવા માટે બનાવાયો છે.
Link copied!