લોકરક્ષક કેડરના ઉમેદવારોનું 30 સપ્ટેમ્બરથી થશે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસારુ, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર કર્યા બાદ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 12733 ખાલી જગ્યા માટે પ્રથમ તબક્કામાં કુલ 18322 ઉમેદવારો ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે. આમ પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી 30 સપ્ટેમ્બરથી શરૂ કરવાનું ભરતી બોર્ડે જણાવ્યું છે. જેમાં ઉમેદવારોની ઘટ રહેશે તો બીજા તબક્કામાં જે તે કેટેગરીના ઉમેદવારોને મેરિટ મુજબ બોલાવાશે.
દસ્તાવેજ ચકાસણી દરમિયાન ઉમેદવારોએ સાથે રાખવાના રહેતા ડૉક્યુમેન્ટ સહિતની માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in/ પરથી મળી રહેશે.
કયા કયા ડૉક્યુમેન્ટ સાથે રાખવાના?



2.63 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી
રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે 14 જૂને 879 શાળા/કૉલેજોમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89,405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2,63,345 લાખથી વધુ ઉમેદવારોએ LRDની લેખિત પરીક્ષા આપી હતી.
લોકરક્ષક કેડર (Lok Rakshak Cadre) - કુલ 12,733 જગ્યા
-
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
-
હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
-
હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
-
જેલ સિપાહી (પુરુષ): 300
-
જેલ સિપાહી (મહિલા /મેટ્રન): 31