Gujarat Tak
BREAKING
Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો |
ADVERTISEMENT

બાળપણમાં અનાથ, હવે અમેરિકી કોંગ્રેસમાં ઈતિહાસ રચ્યો; કોણ છે આયશા વહાબ?

બાળપણમાં માતા-પિતાને ગુમાવનાર આયશા વહાબે અમેરિકી રાજકારણમાં ઈતિહાસ રચ્યો. 39 વર્ષની ઉંમરે તેઓ પ્રથમ અફઘાન-અમેરિકન કોંગ્રેસ સભ્ય બન્યાં.
બાળપણમાં અનાથ, હવે અમેરિકી કોંગ્રેસમાં ઈતિહાસ રચ્યો; કોણ છે આયશા વહાબ?
GujaratTak Desk 22 Aug, 2026 04:43 AM
ADVERTISEMENT

અમેરિકાની રાજનીતિમાં 21 ઓગસ્ટે એક નવો ઈતિહાસ રચાયો. 39 વર્ષીય પ્રોગ્રેસિવ ડેમોક્રેટ આયશા વહાબે કેલિફોર્નિયામાં યોજાયેલી વિશેષ ચૂંટણી જીતીને અમેરિકી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તેઓ અમેરિકી કોંગ્રેસમાં પહોંચનાર પ્રથમ અફઘાન-અમેરિકન સભ્ય બની ગયાં છે.

આયશા વહાબે પોતાની જ પાર્ટીની ઉમેદવાર મેલિસા હર્નાન્ડેઝને 53.1 ટકા મત સાથે હરાવ્યાં હતા. આ બેઠક અગાઉ કોંગ્રેસમેન એરિક સ્વૉલવેલ પાસે હતી. તેમણે એપ્રિલમાં જાતીય દુર્વ્યવહારના આરોપો વચ્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આયશા વહાબ હાલ જાન્યુઆરી સુધી આ પદ પર રહેશે.

કોણ છે આયશા વહાબ?

આયશા વહાબનું જીવન શરૂઆતથી જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તેમનો જન્મ ક્વીન્સમાં થયો હતો. બાળપણમાં જ તેમણે પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના પિતાની હત્યા થઈ હતી, જ્યારે થોડા સમય બાદ તેમની માતાનું પણ અવસાન થયું હતું.

માતા-પિતાના અવસાન બાદ કેલિફોર્નિયાના બે એરિયા વિસ્તારમાં રહેતા એક દંપતીએ આયશાને દત્તક લીધી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે MBA અને સોશિયલ વર્કમાં ડોક્ટરેટનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.

Aysha Wahab Aisha Wahab Aysha Wahab Congress

2011માં ફરી મુશ્કેલ સમય આવ્યો

આયશાના જીવનમાં 2011નું વર્ષ પણ મુશ્કેલીઓ લઈને આવ્યું હતું. તેમના પરિવારનું ઘર જપ્ત થઈ ગયું હતું અને આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ હતી. તેમના માતા-પિતાનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો. આ દરમિયાન તેમના દત્તક પિતાની તબિયત ખરાબ થઈ અને આયશાની નોકરી પણ છૂટી ગઈ.

પરિવારની સ્થિતિને કારણે તેમને પોતાના સમુદાયમાંથી દૂર થઈને હેવર્ડ જવું પડ્યું. અહીંથી તેમની રાજકીય અને સામાજિક સફરને નવી દિશા મળી. આયશાએ સ્થાનિક કાઉન્સિલની બેઠકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ઓછી આવક ધરાવતા લોકો માટે સસ્તા મકાનોની માંગ ઉઠાવવાનું શરૂ કર્યું.

હેવર્ડ સિટી કાઉન્સિલથી અમેરિકી કોંગ્રેસ સુધીની સફર

આયશા વહાબે 2018માં હેવર્ડ સિટી કાઉન્સિલની ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે સ્થાનિક રાજકારણમાં પોતાની અલગ ઓળખ બનાવી.

2022માં તેઓ કેલિફોર્નિયાની સ્ટેટ લેજિસ્લેચર માટે ચૂંટાયાં. આ સાથે તેઓ કેલિફોર્નિયા સ્ટેટ લેજિસ્લેચરમાં પહોંચનાર પ્રથમ અફઘાન-અમેરિકન અને પ્રથમ મુસ્લિમ મહિલા બન્યાં હતાં.

હવે અમેરિકી કોંગ્રેસની ચૂંટણીમાં જીત સાથે તેમની રાજકીય સફરમાં વધુ એક મોટો પડાવ આવ્યો છે. બાળપણમાં અનાથ થયેલી એક બાળકીથી લઈને અમેરિકી કોંગ્રેસ સુધી પહોંચવાની તેમની સફર અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે.

કયા મુદ્દાઓ પર આયશા વહાબનો ભાર છે?

આયશા વહાબે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રગતિશીલ નીતિઓ પર ખાસ ભાર મૂક્યો હતો. તમામ લોકો માટે મેડિકેર, અબજોપતિઓ પર વધુ કર, સ્ટુડન્ટ લોન માફી, મજબૂત સામાજિક યોજનાઓ અને મોટી કોર્પોરેટ કંપનીઓની સત્તા ઘટાડવા જેવા મુદ્દાઓ તેમના એજન્ડામાં સામેલ હતા.

આયશા લાંબા સમયથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરી રહી છે. સસ્તું આવાસ, શિક્ષણ, નાગરિક ભાગીદારી અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર પણ તેમણે કામ કર્યું છે.

વ્હાઇટ હાઉસ સાથે પણ જોડાઈ ચૂક્યાં છે

આયશા વહાબે વિવિધ સામાજિક અને નાગરિક સંગઠનો સાથે પણ કામ કર્યું છે. તેઓ અલામેડા કાઉન્ટી હ્યુમન રિલેશન્સ કમિશનની ચેર રહી ચૂક્યાં છે. આ ઉપરાંત અફઘાન કોએલિશન, એબોડ સર્વિસિસ અને ટ્રાઇ-સિટી વોલન્ટિયર્સ જેવી સંસ્થાઓના બોર્ડમાં પણ તેમણે જવાબદારી સંભાળી છે.

તેઓ અલામેડા કાઉન્ટી પબ્લિક હેલ્થ કમિશનર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. બે એરિયા વુમન્સ માર્ચમાં તેમણે સ્પીકર તરીકે પણ ભાગ લીધો હતો. બાદમાં તેમને વ્હાઇટ હાઉસ રાઉન્ડટેબલ ઓફ અફઘાન-અમેરિકન લીડર્સમાં સામેલ થવા માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.

આયશા વહાબની સફર કેમ ખાસ છે?

આયશા વહાબની કહાની માત્ર રાજકીય જીતની નથી. બાળપણમાં માતા-પિતાને ગુમાવ્યા બાદ દત્તક પરિવારમાં ઉછરવું, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો, નોકરી ગુમાવવી અને ત્યારબાદ સામાજિક કાર્યથી રાજકારણમાં પ્રવેશ કરવો તેમની સફરના મહત્વના પડાવ છે.

હવે અમેરિકી કોંગ્રેસમાં પ્રથમ અફઘાન-અમેરિકન સભ્ય બનીને તેમણે પોતાના નામે નવો ઈતિહાસ લખ્યો છે. તેમની સફર દર્શાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ સતત મહેનત અને જાહેર જીવનમાં સક્રિય ભાગીદારીથી મોટી રાજકીય જવાબદારી સુધી પહોંચી શકાય છે.

Link copied!