રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેલેન્ડર મુજબ આવતીકાલે મંગળવારે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તમે 15 સપ્ટેમ્બરે બેંકનું કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તમારા રાજ્યમાં બેંકો ખુલ્લી છે કે નહીં તે જાણી લેજો.
15 સપ્ટેમ્બર મંગળવારે ગુજરાત, ગોવા, ઓડિસામાં બેંકો બંધ રહેશે. અન્ય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. ગોવા, ગુજરાત, ઓડિશામાં સંવત્સરી, નુઆખાઈ અને ગણેશ ચતુર્થી (બીજો દિવસ)ના કારણે બેંકો બંધ રહેશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા, એક્સીસ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો બંધ રહેશે.
આ રાજ્યો સિવાયના બાકીના રાજ્યોમાં બેંકો રાબેતા મુજબ ચાલુ રહેવાની છે જ્યારે ગુજરાત, ઓડિસા અને ગોવામાં બેંકો બંધ રહેવાની છે આ રાજ્યોમાં સંવત્સરી, ગણેશ મહોત્સવ અને નુઆખાઇ પર્વની ઉજવણીને લઇ બેંકો બંધ રહેવાની છે. ગ ણેશ ચતુર્થીના બીજા દિવસે ઘરો અને પૂજા પંડાલોમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. સંવત્સરીનો તહેવાર પણ મહત્વનો છે.
નુઆખાઈ એ ઓડિશામાં એક કૃષિ ઉત્સવ છે. આ તહેવાર નવી લણણીનું સ્વાગત કરવાની અને તેને પહેલા દેવી-દેવતાઓને અર્પણ કરવાની પરંપરા સાથે સંકળાયેલ છે. પરિવારો સાથે મળીને પૂજા કરે છે અને નવા અનાજમાંથી બનાવેલ ખોરાક લે છે. નુઆખાઈ દ્વારા ખેડૂતો પ્રકૃતિ અને કૃષિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.