જો ઘરના ઘરનું સપનું પૂરુ કરવા માટે હોમ લોન લીધી હોય તો તેને પૂરી કરવામાં 15-20 વર્ષ લાગી જાય છે. લોન્ગ ટર્મને કારણે EMI તો સમયસર બરી શકાય છે. પરંતુ વ્યાજદરને કારણે લોનની રકમ વધતી જાય છે. તેવામાં જો તમારી પાસે હોમ લોન છે કે તમે લેવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને એક ટ્રિક વિશે જણાવીશું. આ ટ્રિક દ્વારા તમે તમારી લોન ઓછા સમયમાં સેટલ કરી શકશો. સાથે આ સેટલમેન્ટ કરવા માટે મોટું નાણાકીય ભારણ સહન કરવું પડશે નહીં. બસ વર્ષમાં માત્ર એક વધારાનો હપ્તો આપી તમે લોન ટેન્યોરને ઘટાડી શકો છો.
કઈ રીતે ઘટશે હોમ લોન?
માની લો તમે 30 લાખ રૂપિયાની હોમ લોન 20 વર્ષ માટે લીધી છે. આ લોન પર 8.5 ટકા વ્યાજદર છે. તેવામાં લોનનો EMI આશરે ₹26,035 થાય છે. જો તમે એક એક્સ્ટ્રા ઈએમઆઈ આપો છો તો આ પૈસા સીધા તમારા મૂળધનમાંથી કપાશે. તેનાથી આગામી મહિનામાં વ્યાજની રકમ ઓછી થઈ જશે. તેનો મતલબ છે કે દર મહિને નોર્મલ ઈએમઆઈ ચાલતો રહેશે. બસ લોન ધારકે એક વધારાનો હપ્તો આપવાનો છે. ત્યારબાદ બેંકને કહેવાનું છે કે તે આ પેમેન્ટ પ્રિન્સિપલ અમાઉન્ટમાં એડજસ્ટ કરે. જો તમારો EMI તે રહે છે અને લોનનો સમયગાળો ઘટે છે તો તમને વધુ ફાયદો થશે.
20 વર્ષની લોન 12 વર્ષમાં કઈ રીતે ખતમ થશે?
તેવું જરૂરી નછી કે એક્સ્ટ્રા EMI આપી લોનનો ટેન્યોર 20 વર્ષથી 12 વર્ષ થઈ જશે. 12 વર્ષનો ટાર્ગેટ મેળવવા માટે તમારે એક્સ્ટ્રા પેમેન્ટ ધીમે-ધીમે વધારવું પડશે. તે માટે લોનધારક બે રીત અપનાવી શકે છે.
પ્રથમ રીત કે દર વર્ષે એક વધારાના EMI ની ચુકવણી કરો. ઉદાહરણ તરીકે 12 મહિનામાં 12 EMI ની જગ્યાએ 13 EMI ભરો. તેનાથી લોનનું પ્રિન્સિપલ અમાઉન્ટ ઘટશે, જેનાથી વ્યાજ પણ બચશે.
બીજી રીત છે કે જો તમારો ટાર્ગેટ 20 વર્ષની લોનને 12 વર્ષમાં ખતમ કરવાનો છે તો માત્ર દરેક એક એક્સ્ટ્રા EMI ની જગ્યા પર પેમેન્ટ વધારવું સારો વિકલ્પ છે. તેમ સમજો કે એક વર્ષમાં એક એક્સ્ટ્રા EMI આપ્યો. તો બીજા વર્ષે 1.5 એક્સ્ટ્રા EMI આપ્યો. આ રીતે ત્રીજા વર્ષે 2 એક્સ્ટ્રા EMI ની ચુકવણી કરી. આ સિવાય બોનસ મળવા પર અલગથી પાર્ટ-પ્રીપેમેન્ટ કર્યું. સાથે પગારમાં વધારા સાથે EMI વધારી દીધો. તેનાથી પ્રિન્સિપલ અમાઉન્ટ ઝડપથી ઘટી શકે છે.
લોનનું ટેન્યોર ઘટાડવા પર ફોકસ કરો
એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે રોકાણકારે એક્સ્ટ્રા EMI ની જગ્યા પર લોનનું ટેન્યોર ઘટાડવા પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે તમે એક્સ્ટ્રા પૈસા જમા કરો છો તો બેંકની સામે બે વિકલ્પ હોય છે.
EMI ઘટાડવો
લોનનો ટેન્યોર ઘટાડવો
જો તમે જલ્દી હોમ લોન ખતમ કરવા ઈચ્છો છો તો સામાન્ય રીતે EMIને લગભગ સમાન રાખતા ટેન્યોરને ઘટાડવો વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર ફ્લોટિંગ રેટ (Floating Rate) વાળી EMI બેન્ડ પર્સનલ લોનના સંદર્ભમાં લોનધારકને આંશિક કે સંપૂર્ણ પ્રીપેમેન્ટનો વિકલ્પ આપવો જોઈએ.
12 વર્ષમાં લોનને ખતમ કરવાનો ટાર્ગેટ કઈ રીતે પૂરો કરવો?
જો તમે 20 વર્ષની જગ્યાએ 12 વર્ષમાં લોન ખતમ કરવા ઈચ્છો છો તો માત્ર વર્ષના અંતમાં થોડી રકમ જમા કરવી પુરતી નથી. તે માટે આ રણનીતિ અપનાવી શકાય છે.
- પગાર વધે તો EMI વધારો
- વર્ષમાં ઓછામાં ઓછો 1 વધારાનો EMI ભરો.
- બોનસનો એક હિસ્સો લોનમાં નાખો.
- ટેક્સ રિફંડ કે બીજી મોટી રકમ મળવા પર પાર્ટ-પ્રીપેમેન્ટ કરો.
- દર વર્ષે બેંકમાંથી આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ અને બાકીના ટેન્યોરને ચેક કરો.
- વધારાની ચુકવણી બાદ બેંકમાં ખાતરી કરો કે સમયગાળો ઘટી રહ્યો છે.
આ વચ્ચે એક ભૂલથી જરૂર બચવું જોઈએ. હંમેશા જોવામાં આવે છે કે ઘણા લોકો એક્સ્ટ્રા પૈસા બેંકમાં જમા તો કરે છે, પરંતુ તે સ્પષ્ટ કરતા નથી કે આ લોનનું પ્રીપેમેન્ટ છે. તેથી પેમેન્ટ કરતા પહેલા બેંકની પ્રોસેસ સમજો અને તમારા પોનના સ્ટેટમેન્ટમાં જુઓ કે બાકી બચેલું મૂળધન કેટલું ઓછું થયું છે.