Gujarat Tak
BREAKING
દુષ્કર્મ કેસ : બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ કોર્પોરેટરના પતિ સામે નોંધાવાય ફરિયાદ | SS Retail IPOમાં રૂપિયા લગાવ્યા છે? તો તમને શેર લાગ્યા કે નહીં? આ રીતે ફટાફટ ચેક કરી લો | AIIMS Rajkot Group ‘A’ Non-Faculty Recruitment 2026-27: Apply Offline for 6 Posts | Nita Ambani Dances : ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ-વેવાણ સાથે ડાન્સ કર્યો, જુઓ VIDEO | Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં | 20 વર્ષની Home Loan 12 વર્ષમાં કરો પૂરી! 1 Extra EMI ની આ ટ્રિકથી બચશે લાખો રૂપિયાનું વ્યાજ | દુષ્કર્મ કેસ : બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ કોર્પોરેટરના પતિ સામે નોંધાવાય ફરિયાદ | SS Retail IPOમાં રૂપિયા લગાવ્યા છે? તો તમને શેર લાગ્યા કે નહીં? આ રીતે ફટાફટ ચેક કરી લો | AIIMS Rajkot Group ‘A’ Non-Faculty Recruitment 2026-27: Apply Offline for 6 Posts | Nita Ambani Dances : ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ-વેવાણ સાથે ડાન્સ કર્યો, જુઓ VIDEO | Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં | 20 વર્ષની Home Loan 12 વર્ષમાં કરો પૂરી! 1 Extra EMI ની આ ટ્રિકથી બચશે લાખો રૂપિયાનું વ્યાજ |
ADVERTISEMENT

દુષ્કર્મ કેસ : બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ કોર્પોરેટરના પતિ સામે નોંધાવાય ફરિયાદ

5 વર્ષ પૂર્વે મહિલા કોર્પોરેટરના પતિએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણીના બહાને પરિણીતા આચર્યુ હતું દુષ્કર્મ: બાળકના DNA ટેસ્ટ સહિતની તપાસ તેજ
દુષ્કર્મ કેસ : બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો ભાંડો ફૂટ્યા બાદ કોર્પોરેટરના પતિ સામે નોંધાવાય ફરિયાદ
Aslam Mathakiya 21 Sep, 2026 10:11 AM
ADVERTISEMENT

મોરબી અપડેટ : મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ 5 વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાતા બનાવ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એવી વિગત પણ સામે આવી છે કે બોર્નમેરો ટેસ્ટમાં બાળક પોતાનું ન હોવાનો પતિ સમક્ષ ભાંડો ફૂટ્યા બાદ પરિણીતાએ કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રૂપિયાની ઉઘરાણીના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું

ડીવાયએસપીએ જણાવ્યા અનુસાર, ભોગ બનનાર મહિલા અને આરોપી શૈલેષ માકાસણા વચ્ચે બુટિકના ધંધા સંદર્ભે પરિચય થયો હતો. મહિલાએ પોતાના પતિની બીમારીની સારવાર અર્થે આરોપી પાસેથી 1,00,000 રૂપિયા લીધા હતા. આરોપી આ નાણાંની વારંવાર ઉઘરાણી કરતો હતો. વર્ષ 2020માં (આશરે 5 વર્ષ પહેલાં) આરોપીએ પૈસાની લેતી-દેતીના બહાને મહિલાને પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

5 વર્ષ બાદ આ રીતે ફૂટ્યો ભાંડો

આ ઘટનાના આટલા સમય બાદ ફરિયાદ થવા પાછળનું કારણ જણાવતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાના પતિની બીમારી દરમિયાન બાળકના બોનમેરો ચેક કરાવવા અંગેની તબીબી તપાસ વેળાએ આ હકીકત સામે આવી હતી. ત્યારબાદ પતિએ હિંમત આપતાં મહિલાએ આગળ આવીને ગત 9 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

DNA ટેસ્ટ સહિત વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ

ડીવાયએસપીના જણાવ્યા અનુસાર આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને સંતાન હોવાની બાબત સામે આવતાં આ કેસમાં ડીએનએ (DNA) ટેસ્ટ કરાવી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પીએસઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Link copied!