Gujarat Tak
BREAKING
Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો | Pakistan Women Teamની ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, 34 વર્ષની ઉંમરે લીધો આ મોટો નિર્ણય | વાઘેલા પરિવારની દીકરી પરિવાએ આકાશમાં ભરી ગૌરવભરી ઉડાન | રાજકોટમાં વૃદ્ધ દંપતી Digital Arrestનો શિકાર, 55 લાખ પડાવ્યા, દીકરીની સમય સૂચકતાથી વધુ 41 લાખની છેતરપિંડીથી બચ્યા | PM પદની પહેલી પસંદ કોણ? સર્વેમાં ત્રીજા નામે ચોંકાવ્યું | લગ્ન બાદ પત્નીના આધાર કાર્ડમાં નામ-સરનામું કેવી રીતે બદલવું? | અનાયા બાંગડ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમશે, WBBL સુધી પહોંચવાનો રસ્તો ખુલ્યો |
ADVERTISEMENT

BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા-ગાયત્રીએ ઇતિહાસ રચ્યો

BWF World Championships 2026માં ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદે ચીનની જોડી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, ભારતનો બ્રોન્ઝ મેડલ પક્કો થયો છે.
BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ: ત્રિશા-ગાયત્રીએ ઇતિહાસ રચ્યો
GujaratTak Desk 21 Aug, 2026 11:31 AM
ADVERTISEMENT

BWF World Championships 2026માં ભારત માટે મોટી ખુશખબર સામે આવી છે. ભારતીય મહિલા ડબલ્સ જોડી ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદે શાનદાર રમત બતાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સાથે ભારતનો ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પણ પાક્કો થઈ ગયો છે.

ક્વાર્ટર ફાઇનલમાં ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદનો સામનો ચીનની મજબૂત જોડી જિયા યી ફાન અને ઝાંગ શૂ જિયાન સામે થયો હતો. ભારતીય જોડી શરૂઆતમાં પાછળ રહી હતી, પરંતુ ત્યાર બાદ જોરદાર વાપસી કરીને 1 કલાક અને 9 મિનિટ ચાલેલા મુકાબલામાં ચીનની જોડીને 16-21, 21-15, 21-13થી હરાવી દીધી.

પ્રથમ ગેમમાં ચીનની જોડી આગળ

મેચની શરૂઆત ચીનની જોડી માટે સારી રહી હતી. જિયા યી ફાન અને ઝાંગ શૂ જિયાને શરૂઆતમાં 6-1ની લીડ મેળવી હતી. ત્રિશા અને ગાયત્રીએ સતત 6 પોઇન્ટ મેળવીને સ્કોર 8-9 સુધી પહોંચાડ્યો હતો.

જોકે, ચીનની જોડીએ ફરી દબાણ વધાર્યું અને પ્રથમ ગેમ 21-16થી જીતી લીધી. આ પછી ભારતીય જોડી સામે મેચમાં વાપસી કરવાનો મોટો પડકાર હતો.

બીજા ગેમમાં ભારતીય જોડીની જોરદાર વાપસી

બીજા ગેમમાં પણ ચીનની જોડીએ શરૂઆતમાં 5-1ની લીડ મેળવી હતી. ત્યાર બાદ સ્કોર 10-7 થયો હતો. જોકે, અહીંથી ત્રિશા અને ગાયત્રીએ મેચનો રંગ બદલી નાખ્યો.

ભારતીય ખેલાડીઓએ ઝડપી ફ્લેટ એક્સચેન્જ અને શાનદાર નેટ પ્લે દ્વારા સતત પોઇન્ટ મેળવ્યા. ભારતીય જોડીએ 13-10ની લીડ મેળવી અને ત્યાર બાદ બીજો ગેમ 21-15થી પોતાના નામે કર્યો.

બીજો ગેમ જીત્યા બાદ બંને જોડીઓ 1-1થી બરાબરી પર આવી ગઈ હતી અને મેચનો નિર્ણય ત્રીજા ગેમમાં થવાનો હતો.

ત્રીજા ગેમમાં ત્રિશા-ગાયત્રીનો દબદબો

ત્રીજા ગેમની શરૂઆતથી જ ભારતીય જોડી આક્રમક જોવા મળી હતી. ત્રિશા અને ગાયત્રીએ સતત દબાણ જાળવી રાખ્યું અને બ્રેક સુધી 11-5ની મજબૂત લીડ મેળવી લીધી હતી.

ભારતીય જોડીના સતત હુમલાના કારણે ચીનની ખેલાડીઓ પર દબાણ વધ્યું અને તેમની તરફથી અનફોર્સ્ડ ભૂલો થવા લાગી. ત્રિશા અને ગાયત્રીએ આ તકનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો.

ભારતીય જોડીએ ત્રીજો ગેમ 21-13થી જીતીને મેચ પોતાના નામે કરી લીધો. આ જીત સાથે ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.

15 વર્ષ બાદ મહિલા ડબલ્સમાં ભારતનો મેડલ

આ જીત ભારતીય બેડમિન્ટન માટે ખાસ છે. વર્લ્ડ ચેમ્પિયનશિપની મહિલા ડબલ્સ કેટેગરીમાં ભારતને 15 વર્ષ બાદ મેડલ મળ્યો છે.

આ પહેલાં 2011માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ત્રિશા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ લાંબા સમય બાદ આ કેટેગરીમાં ભારતનો મેડલ નિશ્ચિત કર્યો છે.

ખાસ વાત એ છે કે ક્વાર્ટર ફાઇનલ પહેલાં ત્રિશા અને ગાયત્રીનો ચીનની આ જોડી સામેનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 0-3 હતો. તેમ છતાં ભારતીય જોડીએ આ વખતે શાનદાર પ્રદર્શન કરીને ચીનની મજબૂત જોડીને હરાવી ઐતિહાસિક જીત નોંધાવી છે.

Link copied!