Gujarat Tak
BREAKING
“મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’ | અંબાલાલની ડરામણી આગાહી, તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે! | 8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ₹3 કરોડનો વીમો, જૂના CGEGIS નિયમોમાં થશે ફેરફાર? જાણો | "મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ | સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી | DA Hike: નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ? | “મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’ | અંબાલાલની ડરામણી આગાહી, તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે! | 8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ₹3 કરોડનો વીમો, જૂના CGEGIS નિયમોમાં થશે ફેરફાર? જાણો | "મારે પતિ સાથે નથી રહેવું", પોલીસ સમક્ષ કિંજલ રબારીનું ચોંકાવનારું નિવેદન, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ | સુરતમાં ફરી પત્નીઓની અદલા-બદલીનો 'ખેલ', 30 વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો; રડતાં-રડતાં સંભળાવી આપવીતી | DA Hike: નવરાત્રિ-દશેરા પહેલાં થઈ શકે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત, આટલો વધશે પગાર અને પેન્શન ? |
ADVERTISEMENT

“મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’

ફિલ્મ 'ટોક્સિક' (Toxic) બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. મોટી સ્ટારકાસ્ટ અને મોટા બજેટ પછી પણ ફિલ્મ ફ્લોપ થતાં સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસ કિયારા અડવાણીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મમાં પોતાના શૂટિંગના અનુભવ અને પોતાના કિરદાર વિશે વાત કરી છે.
“મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’
Priyanka Panchal 13 Sep, 2026 05:15 PM
ADVERTISEMENT

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) ની ફિલ્મ ટોક્સિક (Toxic) ને લઈને રિલીઝ પહેલા ખૂબ જ અપેક્ષાઓ હતી. ફિલ્મમાં કિયારા સાથે યશ (Yash), નયનતારા (Nayanthara) અને તારા સુતારિયા (Tara Sutaria) જેવા કલાકારો નજરે પડ્યા હતા.

મોટા કલાકારો અને મોટું બજેટ હોવા છતાં ફિલ્મની બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી ન થઈ. ફિલ્મના કલેક્શનને લઈને સતત ચર્ચા થતી રહી. એવામાં હવે કિયારાએ ફિલ્મમાં પોતાના કામ અને શૂટિંગના અનુભવને લઈને વાત કરી છે.

કિયારાએ કહી આ વાત

એક્ટ્રેસ કિયારા એકવાર ફરીથી ફિલ્મ ટોક્સિકને લઈને ખબરોમાં આવી ગઈ છે. તેનું કારણ કિયારા અડવાણીનો તાજેતરમાં આપેલો ઇન્ટરવ્યુ છે. કિયારા અડવાણીએ ફિલ્મ ટોક્સિક (Toxic) માં નાદિયાનો કિરદાર નિભાવતા એક ખાસ સીનના શૂટિંગનો અનુભવ શેર કર્યો છે. Harper’s Bazaar ને આપેલા ઇન્ટરવ્યુમાં કિયારાએ જણાવ્યું કે, ‘મેં મારું બધું જ તે સીનમાં લગાવી દીધું હતું.’

કિયારાએ આગળ જણાવ્યું કે, શૂટિંગ પછી ભલે તે ખરાબ રીતે થાકી ગઈ હતી પરંતુ તેણે પોતાની અંદરનું બધું જ તે સીનમાં આપી દીધું છે. એક્ટ્રેસે એ પણ યાદ કર્યું કે, જ્યારે સીન પૂરો થયો ત્યારે આખી કાસ્ટ અને ક્રૂ મોનિટર પાસે એકઠા થઈ ગયા હતા. બધાએ સાથે બેસીને તે ફાઇનલ સીન જોયો અને કિયારા માટે તે ક્ષણ આજે પણ ખૂબ જ ખાસ છે. જો કે, તેણે ફિલ્મ અંગે થયેલી ટીકા કે બોક્સ ઓફિસ પર નબળા પ્રદર્શન વિશે આ ઇન્ટરવ્યુમાં કોઈ વાત ન કરી.

કિયારાને પસંદ છે ‘પડકારજનક કિરદાર’

આ જ ઇન્ટરવ્યુમાં કિયારાએ કહ્યું કે, એક એક્ટ્રેસ તરીકે તે પોતાને કોઈ એક મર્યાદામાં બાંધી રાખવા નથી માગતી. તે એવા કિરદાર કરતી રહેવા માગે છે કે, જે તેને પડકાર આપે. કિયારાએ કહ્યું, ‘હું મારી આસપાસ કોઈ મર્યાદા નથી બનાવવા માગતી.’ તેણે આગળ કહ્યું કે, દરેક પડકારજનક કિરદાર તેના માટે આગળ કંઈક નવું કરવાની તક વધારે.

આ જ ઇન્ટરવ્યુમાં કિયારાએ કહ્યું કે, એક એક્ટ્રેસ તરીકે તે પોતાને કોઈ એક મર્યાદામાં બાંધી રાખવા નથી માગતી. તે એવા કિરદાર કરતી રહેવા માગે છે કે, જે તેને પડકાર આપે. કિયારાએ કહ્યું, ‘હું મારી આસપાસ કોઈ મર્યાદા નથી બનાવવા માગતી.’ તેણે આગળ કહ્યું કે, દરેક પડકારજનક કિરદાર તેના માટે આગળ કંઈક નવું કરવાની તક વધારે.

Link copied!