જઉ જઉ કરી રહેલો વરસાદ અચાનક ગુજરાત તરફ પાછો વળ્યો હોય એવો માહોલ છે. મેઘરાજા ગુજરાતને તરબોળ કરી રહ્યા છે. આજે અને આવતી કાલે ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ બધા વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની વાવાઝોડાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. 18 અને 25 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની આગાહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું ઓમાન તરફ નહીં જાય તો ગુજરાતના દરિયાકાંઠે આવી શકે તેવી શક્યતા છે.
આ વિસ્તારોમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા
અંબાલાલની લેટેસ્ટ આગાહી મુજબ આજે મઘ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા મોરબી કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છુટાછાયા વરસાદની શક્યતા. અમદાવાદ ગાંધીનગર ના ભાગોમાં પણ આજે ભારે વરસાદની શક્યતા. 14 થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 12 ઇંચ ઉપર વરસાદ થવાની શક્યતા.
15 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને દરિયાના ભાગોમાં થઈને રાજસ્થાનના ભાગોમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા. દ્વારકા પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા મધ્યમથી ત્રણ ઇંચ સુધી કે તેથી વધુ વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કાઢવા મધ્યમથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. મહીસાગર પંચમહાલના ભાગમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી લઈને ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા.
168 તાલુકામાં વરસાદ
અત્રે જણાવવાનું કે રાજ્યના 168 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. નવસારીના વાંસદામાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે ધરમપુરમાં 3 અને અંબિકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. 34 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો.
મોરબીમાં વીજળી પડતા બે ના મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામે વાડીએ મજૂરી કામ કરતા શ્રમિક મહિલા અને તેના બાળકો પર આકાશી વીજળી પડી. મનકુબેન નાયક (28) અને શ્યામ નાયક (4) નામના માતા પુત્રનું મોત નિપજ્યું છે. માધવ ગોકળભાઈની વાડીએ વીજળી પડતા માતા પુત્ર નું મોત થયું.